+

જામકંડોરણાના પાદરીયા ગામે બે સગાભાઈ સહિત 3 બાળકોના મોત, પરિવારમાં માતમ

રાજકોટઃ જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામમાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી તાત્કાલિક શોધખોળ હાથ ધરીને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્

રાજકોટઃ જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામમાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી તાત્કાલિક શોધખોળ હાથ ધરીને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. 

પાદરીયા ગામના ભાવેશ ડાંગી, હિતેશ ડાંગી અને નીતેષ માવી નામના 3 બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા, ત્યાં તેઓ ડૂબી જતા મોત થયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢીને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાથી મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃત બાળકોમાં બે સગાભાઈઓ સામેલ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter