કહીપુર ગામમાં ડી કે નામના શખ્સ દ્વારા કોલરો બેસાડીને ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવાતું હતું.
પોલીસે રૂ.15 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું હતું
મહેસાણાઃ વડનગર સ્માર્ટ પોલીસ મથકની ટીમે ગત 10 જુલાઈના રોજ કહીપુર ગામે ગોપાલનગરની ખુલ્લી જગ્યામાં રેડ પાડી ઠાકોર નાગજી ભલાજી સહિત નવ આરોપીઓને રૂ.13,000 ની રોકડ સાથે ઝડપી જુગારનો કેસ નોંધ્યો હતો. જોકે, આ કેસ જુગારનો નહીં, પરંતુ ડબ્બા ટ્રેડિંગનો હતો અને તેમાં પોલીસે રૂ.15 લાખનો તોડ કર્યો હોવાની રજૂઆત બીજા દિવસે આઇજી વિરેન્દ્ર યાદવ સમક્ષ થતાં તેમણે મહેસાણા એલસીબી પીઆઇ એન.આર. વાઘેલાને તપાસ સોંપી હતી.
જિલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ દ્વારા જુગારના કેસના તમામ કાગળો મંગાવીને અભ્યાસ કરતાં જુગારની આ રેડમાં પણ પીએસઆઇ એસ.એમ. પરમાર સહિતની ટીમે ભારે ક્ષતિઓ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઇને બુધવારે જિલ્લા પોલીસવડાએ પીએસઆઇ એસ.એમ.પરમારને સસ્પેન્ડ કરી દીધા હતા અને જુગારના આ કેસની તપાસ એલસીબીને સોંપી હતી. જ્યારે રેડમાં સામેલ 5 પોલીસ કર્મચારીઓ સામે પણ સસ્પેન્સનની તલવાર લટકી રહી છે. બીજી તરફ, આ 15 લાખ રૂપિયામાં કોણે કોણે ભાગબટાઇ કરી તેને લઇ પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/