ભાવનગર: ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના PSI દરોડા દરમિયાન અવસાન થયું છે. આ દુઃખદ ઘટનાથી પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પછી તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના PSI સચિન શર્મા સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવા ગયા હતા. તે સમયે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયા હતા.. PSI સચિન શર્માને બેભાન હાલતમાં તાત્કાલિક હોસ્પિટલાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા પરિવાર ભાંગી પડ્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/