ચિત્તોડગઢ: મેવાડના પ્રખ્યાત કૃષ્ણધામ શ્રી સાંવલિયાજી મંદિરમાં ભગવાન શ્રી સાંવલિયા શેઠના ખજાનાએ ફરી એકવાર બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. 6 તબક્કામાં ગણતરી કર્યા પછી ખજાનામાંથી કુલ 28 કરોડ રૂપિયા 410 ગ્રામ સોનું અને 80 કિલો 500 ગ્રામ ચાંદીની ગણતરી કરાઇ છે. ચતુર્દશીના દિવસે ઠાકુરજીની રાજભોગ આરતી પછી આ દાનમપેટી ખોલવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 7 કરોડ 15 લાખ રૂપિયા, બીજા તબક્કામાં 3 કરોડ 35 લાખ રૂપિયા, ત્રીજા તબક્કામાં 7 કરોડ 63 લાખ રૂપિયા, ચોથા તબક્કામાં 3 કરોડ રૂપિયા, પાંચમા તબક્કામાં 88 લાખ 65 હજાર રૂપિયા અને છેલ્લા છઠ્ઠા તબક્કામાં 20 લાખ 85 હજાર રૂપિયા નીકળ્યાં હતા.
હજારી દાસ વૈષ્ણવના નેતૃત્વમાં પેસાની ગણતરી થઇ
ગુરુવારે મંદિર મંડળ બોર્ડના પ્રમુખ હજારી દાસ વૈષ્ણવના નેતૃત્વમાં પૈસાની ગણતરીનો અંતિમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, નાયબ તહસીલદાર અને મંદિર બોર્ડના વહીવટી અધિકારી શિવશંકર પારીક, એકાઉન્ટન્ટ રાજેન્દ્ર સિંહ, મિલકત અને મંદિર વ્યવસ્થાપન પ્રભારી ભેરુગીરી ગોસ્વામી, સુરક્ષા પ્રભારી ગુલાબસિંહ, સ્થાપના પ્રભારી લેહરી લાલ ગાડરી, સિનિયર આસિસ્ટન્ટ કાલુલાલ તેલી, સ્ટોર ઇન્ચાર્જ મનોહર શર્મા સહિત મંદિર બોર્ડ અને બેંકોના કર્મચારીઓ હાજર રહ્યાં હતા. શ્રી સાંવલિયાજી મંદિર રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાંથી આવતા ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++