+

પ.બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીએ લીધા શપથ, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહ્યાં હાજર

પ.બંગાળઃ સુવેન્દુ અધિકારી પં.બંગાળના નવા મુખ્યમંત્રી બન્યાં છે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓની હાજરીમાં આ શપથગ્રહણ યોજાયો હતો.  પ.બંગાળમાં પહેલી જ વખત ભાજપની સરકાર બની

પ.બંગાળઃ સુવેન્દુ અધિકારી પં.બંગાળના નવા મુખ્યમંત્રી બન્યાં છે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓની હાજરીમાં આ શપથગ્રહણ યોજાયો હતો. 

પ.બંગાળમાં પહેલી જ વખત ભાજપની સરકાર બની છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવી ચર્ચામાં આવેલા સુવેન્દુ અધિકારીએ આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

નોંધનિય છે કે પ.બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો સુધી સીમિત રહી હતી. ભાજપની મોટી જીતથી મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે.

facebook twitter