5 કિલો સોનું પકડાયું...અમદાવાદ એરપોર્ટ બની ગયું સ્મગલિંગનું હબ, જેદ્દાહ એરપોર્ટ પરથી સોનું લઇને આવેલા ઝડપાયા

11:21 AM Jan 18, 2024 | gujaratpost

(ફાઇલ ફોટો)

કરોડો રૂપિયાના સોનાની દાણચોરી

દાણચોરો બેફામ બન્યાં, અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ પર વધી દાણચોરી

અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની સ્મગલિંગ વધી ગઇ છે, હવે દેશમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું હબ બની ગયું છે. હવે ફરીથી અહીંથી 5 કિલો સોનું ડીઆરઆઇએ ઝડપી પાડ્યું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ એરપોર્ટ પરથી આવેલા પેસેન્જર્સ પાસેથી 5 કિલો સોનું ઝડપાયું છે, જેની કિંમત અંદાજે 2.90 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ડીઆરઆઇએ બાતમીને આધારે આ પેસેન્જર્સની તપાસ કરતા તેમની પાસે 5 કિલો ગોલ્ડ મળી આવ્યું હતુ, આ લોકો એરપોર્ટની બહાર નીકળે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યાં હતા, ત્રણ શખ્સોની અટકાયત કર્યાં બાદ તેમની પૂછપરછ થઇ રહી છે, આ લોકો કોના માટે કામ કરતા હતા તે દિશામાં એજન્સીએ તપાસ હાથ ધરી છે.

નોંધનિય છે કે અગાઉ પણ આવી જ રીતે સોનાની દાણચોરી ઝડપાઇ છે, અમદાવાદ એર કાર્ગોમાંથી હાલમાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, આમ ડ્રગ્સ માફિયાઓ અને સોનાના દાણચોરો બેફામ બની ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post