અમદાવાદઃ પત્નીએ પતિનો ફોન ચેક કર્યો અને 15 વર્ષનું લગ્ન જીવન ભાંગ્યું- Gujarat Post

10:52 AM Jan 18, 2024 | gujaratpost

(file photo)

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલને કારણે એક દંપત્તિનું લગ્નજીવન 15 વર્ષ બાદ ભાંગી પડ્યું હતું. શહેરના રખિયાલમાં રહેતી મહિલાના પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધના કારણે લગ્નના 15 વર્ષ પછી જીવન સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તેમાં ખાસ કરીને દીકરીના જન્મ બાદ સાસરીયા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી. સાસરિયાના ત્રાસથી પતિ-પત્ની  જુદા રહેવા ગયા તો પતિ ભાડું ભરતો ન હતો જેથી પિયરમાં બન્ને રહેવા લાગ્યા તો પિતાનું ઘર વેચીને રૂપિયાની માંગણી કરીને મહિલા સાથે મારઝૂડ કરી હતી.

રખિયાલ વિસ્તારમાં રહેતી 40 વર્ષની મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, નણંદ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દીકરીના જન્મ બાદ સાસરીયા દ્વારા નાની નાની બાબતે તકરાર કરીને તારા બાપે કરિયાવરમાં કંઇ આપ્યું નથી તેમ કહીને તકરાર કરીને મહિલાને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. પિયરમાં પિતાના ઘરે ઉપરના માળે રહેવા લાગ્યા હતા. જ્યાં થોડા જ સમયમાં પત્નીએ ફોન ચેક કરતાં પતિના બીજી મહિલા સાથે આડા સબંધનો ભાંડો ફૂટતાં તકરાર થઇ હતી. જેથી પતિ અને સાસરીયા મહિલાને પિયરમાં માર મારીને જતા રહ્યાં હતા. જેને લઈ મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post