હાર-જીત તો થતી રહેવાની....મોદી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાં હતા. જાડેજા સાથે હાથ મિલાવ્યો, શમીને ગળે લગાવ્યો..

09:59 PM Nov 20, 2023 | gujaratpost

અમદાવાદઃ ICC ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. હાર બાદ ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોનું દિલ તૂટી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની તસવીરો જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.

ભારતીય ટીમની હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાં હતા.મોહમ્મદ શમીએ એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે વડાપ્રધાનને ગળે લગાવીને ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું, 'દુર્ભાગ્યે આ અમારો દિવસ ન હતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ  પ્રશંસકોનો આભાર માનું છું. હું વડાપ્રધાનનો આભારી છું, જેઓ ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવ્યાં અને અમને પ્રોત્સાહિત કર્યાં. અમે ફરીથી પ્રયાસ કરીશું.

Trending :

રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથેની મુલાકાતનો ફોટો શેર કર્યો છે. જેમાં મોદી જાડેજા સાથે હાથ મિલાવી રહ્યાં છે. જાડેજાએ લખ્યું, અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે હારી ગયા. અમે બધા દુઃખી છીએ, પરંતુ લોકોનો પ્રેમ અમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાત પ્રેરણાદાયી હતી.

શ્રેયસ અય્યરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. શ્રેયસે લખ્યું, અમારું દિલ તૂટી ગયું છે. તે હજુ પણ શાંત નથી થયું અને થોડા સમય માટે નહીં થાય. આ મારો પહેલો વર્લ્ડકપ હતો જેણે મને ઘણું શીખવ્યું. BCCI, ટીમ મેનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ અને ચાહકોનો આભાર કે જેમણે અમને શરૂઆતથી અંત સુધી સમર્થન આપ્યું. જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમને પણ અભિનંદન.

ઓસ્ટ્રેલિયાની ટીમ 8મી વખત ફાઈનલ રમવા આવી હતી. તેને 1975માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1996માં શ્રીલંકા સામે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007, 2015 અને 2023માં સૌથી વધુ 6 વખત આ ખિતાબ જીત્યો છે. તેણે 1999 થી 2007 સુધી સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post