શહેરના સરખેજ વિસ્તારમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ
જયપુરથી અમદાવાદ લવાયો હતો આ જથ્થો
અમદાવાદઃ ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, આ વખતે બે આરોપીઓને અંદાજે 1 કરોડ રૂપિયાના એક કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યાં છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આરોપી વિષ્ણુવાદી અને હુસેન સૈયદની ધરપકડ કરી લેવામાં આવી છે.
આરોપીઓ જયપુરથી એક ઇકો ગાડીમાં આ ડ્રગ્સ લઇ આવ્યાં હતા અને ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે.
નોંધનિય છે કે અમદાવાદમાંથી અગાઉ પણ આવી રીતે એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને હવે ફરીથી ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં આ ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે, જો કે અમદાવાદ પોલીસની સક્રિયતાને કારણે ડ્રગ્સ માફિયાઓ પર સકંજો વધ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/