અમદાવાદઃ ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજાયું હતુ, જ્યાં સર્વસંમતિથી ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બનાવવામાં આવ્યાં હતા અને જુદા જુદા રજવાડાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ, અહીં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સહિત અનેક હસ્તીઓ હાજર હતી.
આ બધાની વચ્ચે રાજપૂત સમાજના મહિલા નેતા પદ્મીની બા વાળાએ આગેવાનોને આડેહાથ લીધા હતા, રાજપૂત સમાજ પર ટિપ્પણી કરનારા ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા સામે સૌથી વધુ લડત આપનારા પદ્મીની બા વાળાને સ્ટેજ પર સ્થાન ન મળતા તેઓ ગુસ્સામાં હતા, તેમને આગેવાનોની ઝાટકણી કાઢીને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે બાદમાં અન્ય આગેવાનો પદ્મીની બાવાળાને અહીંથી બહાર લઇ ગયા ગયા, એક સમય અહીં હાજર લોકો પણ આ તમાશો જોઇને ચોંકી ગયા હતા.
બીજી તરફ આ સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સંગઠન બિન રાજકીય હોવાનું વિજયરાજસિંહે જણાવ્યું હતુ અને સમાજના મુદ્દાઓને ઝડપથી ઉકેલવા આ સંગઠન બનાવવામાં આવ્યું હોવાનું તેમનું કહેવું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/