સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી
પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગે છે. અમદાવાદના રખિયાલ- બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે ખૌફ બતાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પોલીસની હાજરી હોવા છતા લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવ્યો હતો અને પોલીસે અહીંથી ભાગવું પડ્યું હતુ.
વીડિયોમાં એક શખ્સ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો હતો. જેની સાથે અન્ય એક શખ્સ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો.અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવીને કહ્યું હતું કે, 'બહોત મારુંગા સાહેબ' તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહી હતી. તેમજ આરોપીએ પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહ્યું હતું. જ્યારે સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી હતી.આ મુદ્દે પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્ત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. જેમાં રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોનો આતંકનો વીડિયો સામે આવતાની સાથે પોલીસ દોડતી થઈ હતી. જેમાં પોલીસે વીડિયોને આધારે આરોપીની ધરપકડ કરી હતી. ડીસીપીએ જણાવ્યું કે, આરોપી ફઝલ વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે. આરોપી અલ્તાફ સામે 6 પાસા સહિતના 16 ગુના નોંધાયેલા છે.તમામ આરોપીઓ વિરૂદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદમાં લુખ્ખા તત્વો પોલીસની સામે જ હડકાયા!
— Sagar Patoliya (@kathiyawadiii) December 19, 2024
બાપુનગર | રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર સાથે આતંક મચાવ્યો હતો.
જાહેર રોડ ઉપર આતંક મચાવીને લોકોમાં ડર ફેલાવતા હોય એવા વિડિઓ સામે આવ્યા છે.#Ahmedabad #Gujarat pic.twitter.com/2vDvEojUPy