+

Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી

Latest Surat News: ગુજરાતમાં જાણે કે નકલી ઓફિસરો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યાં હોય તેમ લાગે છે. સમયાંતરે કોઈને કોઈ નકલી ઓફિસર ઝડપાતા રહે છે. હવે સુરતમાંથી નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો છે. જે લોકો પાસેથ

Latest Surat News: ગુજરાતમાં જાણે કે નકલી ઓફિસરો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યાં હોય તેમ લાગે છે. સમયાંતરે કોઈને કોઈ નકલી ઓફિસર ઝડપાતા રહે છે. હવે સુરતમાંથી નકલી કસ્ટમ ઓફિસર ઝડપાયો છે. જે લોકો પાસેથી નોકરીની લાલચ અને સરકારી કામના બહાને પૈસા પડાવતો હતો.

સુરતના કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈને કુલ રૂ.12.75 લાખની ઠગાઈ કરનાર નકલી કસ્ટમ અધિકારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આર્મીની નંબર પ્લેટ સાથેની કાર સાથે ઝડપી લીધો હતો. સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો ભેજાબાજ અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. જોકે,તેની નોકરી છૂટી ગયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનાવી પહેલા તેણે ગોવામાં ઠગાઈ કરી હતી અને બાદમાં તે સુરત રહેવા આવી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે હિમાંશુકુમાર રમેશભાઈ રાયને ક્રાઈમ બ્રાન્ચ લઈ જઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે નકલી કસ્ટમ અધિકારી બનીને બેકાર યુવાનોને નોકરી અપાવવાના બહાને અને સરકારી કામ કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો. નાનપણમાં આર્મી ઓફિસર બનવા માંગતા હિમાંશુકુમારે દિલ્હીની કોલેજમાં એડમિશન લીધું હતું. પણ બે વર્ષ અભ્યાસ કર્યા બાદ તે વડોદરામાં ડિપ્લોમા એવીએશન ભણ્યો હતો.તેની ઈચ્છા એરપોર્ટ ઉપર નોકરી કરવાંની હતી.પણ યોગ્ય નોકરી નહીં મળતા તે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે ખાનગી નોકરી કરતો હતો.

બાદમાં તેની નોકરી છૂટી ગઈ હતી. જેથી તેણે નકલી કસ્ટમ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું.તે માટે તેણે દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનવડાવી હતી અને તેના વડે તેણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી ઠગાઈ કરવાની શરૂઆત કરી હતી. થોડા દિવસ પહેલા પણ રાજ્યમાંથી એક નકલી ઓફિસર ઝડપાયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter