+

આ રહ્યો મોદીનો ગુજરાત કાર્યક્રમ... ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યાં છે મોદી

(File Photo) PM Modi Gujarat Visit Schedule:  સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યાં બાદ પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના આગમનને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ કરી

(File Photo)

PM Modi Gujarat Visit Schedule:  સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યાં બાદ પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના આગમનને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બરે સાંજે ગુજરાત આવશે જે તેમના જન્મદિવસના દિવસ સુધી એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રોકાશે.  મોદીનો ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવી ગયો છે.  

15 સપ્ટેમ્બરે વડાપ્રધાનનું આગમન

વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. તેઓ 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને રવાના થશે. અહીં તેઓ એરફોર્સ દ્વારા નવા તૈયાર કરવામાં આવેલા ઓપરેશન કોમ્પલેક્સની મુલાકાત લેશે. જે બાદ સાંજે 6 વાગ્યે સીધા ગાંધીનગર ખાતે રાજભવન જશે, તેઓ રાત્રી ભોજન કરીને અહીં રોકાશે.

રાજભવન ખાતે રાત્રી રોકાણ દરમિયાન તેઓ મહત્વની બેઠકો કરે તેવી શક્યતા છે. પ્રવાસના બીજા દિવસે, એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સવારે 10 વાગ્યે તેઓ ફોર્થ ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવશે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ 12 વાગ્યે પરત રાજભવન આવશે અને અહીં ભોજન પણ કરશે.

રાજભવન ખાતે બપોરનું ભોજન લઈને તેઓ 1:30 વાગતા ગાંધીનગર સેક્ટર 1 ખાતે તૈયાર કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ અહીંથી ગિફ્ટ સીટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. લગભગ 3.30 મિનીટ આસપાસ તેઓ અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે ફરી રાજભવન આવીને ભોજન લઇ રાત્રી રોકાણ કરશે.  પીએમ મોદી તેમના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ તેઓ સવારે 9 વાગ્યે અમદાવાદથી ભુવનેશ્વર જવા રવાના થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter