નોઈડાઃ લોટસ 300 પ્રોજેક્ટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હતા. EDની ટીમે નોઈડા, મેરઠ, દિલ્હી અને ચંદીગઢમાં દરોડા પાડ્યાં હતા. ચંદીગઢમાં નિવૃત્ત IAS અને નોઈડા ઓથોરિટીના પૂર્વ સીઈઓ મોહિન્દર સિંહના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. EDની ટીમને તેમના ઘરેથી 1 કરોડ રૂપિયા રોકડા, 12 કરોડ રૂપિયાના હીરા, 7 કરોડ રૂપિયાના સોનાના દાગીના સહિત શંકાસ્પદ દસ્તાવેજો મળ્યાં હતા.
નોંધનીય છે કે લોટસ 300 પ્રોજેક્ટ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ હતું. આ કેસમાં ED મની લોન્ડરિંગ હેઠળ કેસની તપાસ કરી રહી છે. લોટસ 300 પ્રોજેક્ટ વિકસાવવા માટે આ જમીન હેસિન્ડા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (HPPL)ને આપવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટીને ઘોર બેદરકારી બદલ ઠપકો પણ આપ્યો હતો.
2018માં દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ રિયલ એસ્ટેટ કંપની 3Cના ત્રણ ડિરેક્ટરો નિર્મલ સિંહ, સુરપ્રીત સિંહ અને વિદુર ભારદ્વાજની નોઇડાના સેક્ટર 107માં લોટસ 300 પ્રોજેક્ટના કેસમાં ધરપકડ કરી હતી. EOW અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર ઘર ખરીદનારાઓની ફરિયાદના આધારે 24 માર્ચ 2018ના રોજ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, પ્રોજેક્ટમાં ખરીદદારો પાસેથી 636 કરોડ રૂપિયા લેવામાં આવ્યાં હતા, જેમાંથી લગભગ 191 કરોડ રૂપિયા 3C કંપનીની સબસિડિયરી કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને બાંધકામ સાથે કોઈ લેવાદેવા ન હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/