+

નવરાત્રીમાં આધાર કાર્ડ જોઈને જ મળશે ગરબામાં એન્ટ્રી, લવ જેહાદની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગણેશ મહોત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં પથ્થરમારાની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરતાં વિવિધ સંસ્થાઓએ  નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. લવ જેહાદની ઘટનાઓન

અમદાવાદઃ ગણેશ મહોત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં પથ્થરમારાની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરતાં વિવિધ સંસ્થાઓએ  નવરાત્રિ ઉત્સવમાં ભાગ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. લવ જેહાદની ઘટનાઓને રોકવા ગરબા આયોજકોએ તેમાં ભાગ લેનારાઓની ઓળખ કરવી જરૂરી ગણાવી છે.

રાસોત્સવના આયોજકોએ જણાવ્યું કે ગણેશ પંડાલમાં પથ્થરમારો અને લવ જેહાદ જેવી ઘટનાઓને જોતા ગરબા મહોત્સવમાં બિનહિન્દુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.

આધાર કાર્ડ જોયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે

મુસ્લિમ યુવાનો નામ બદલીને ગરબામાં જોડાય છે જે ખોટું છે. આ માટે આધાર કાર્ડ જોયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આધાર કાર્ડ જેવી સિસ્ટમ જરૂરી છે. લવ જેહાદની માનસિકતા સાથે મુસ્લિમ યુવાનો નામ બદલીને ગરબા ઉત્સવમાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે પણ ગરબા અને અન્ય સમારંભોમાં બિન-હિંદુઓના પ્રવેશનો વિરોધ કર્યો છે.

ધર્મના આધારે પ્રવેશ નકારવો ખોટું છે

VHPના પ્રવક્તા રાજપૂતે અપીલ કરી છે કે ગરબા આયોજકોએ ઓળખ કાર્ડ જોઈને જ ફેસ્ટિવલમાં પ્રવેશ કરવો જોઈએ. બજરંગ દળ આ અંગે હેલ્પલાઇન શરૂ કરશે. AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીનું માનવું છે કે રાજ્યમાં સુપર પોલીસિંગ થઈ રહી છે. ધર્મના આધારે પ્રવેશ નકારવો ખોટું છે. ત્યારે આ મામલે હવે રાજનીતિ પણ શરૂ થઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter