ગંભીરાનો નવો બ્રિજ બનાવવાનું કામ ત્રણ મહિનામાં શરૂ થશે, 212 કરોડ રૂપિયા મંજૂર કરાયા- Gujarat Post

12:02 PM Jul 17, 2025 | gujaratpost

વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર પાસેથી પસાર થતી મહી નદી પરનો ગંભીરા બ્રિજ થોડા દિવસ પહેલા તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 21 લોકોનાંં મોત થયા હતા. આ ઘટનાના થોડા જ દિવસોમાં માર્ગ અને મકાન વિભાગે ટુ લેન બ્રિજ માટે 191 કરોડ રૂપિયાનો અંદાજ મુકી ટેન્ડર જારી કર્યુ હતું. સરકારે 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. ગંભીરાનો નવો બ્રિજ બનાવવાનું કામ ત્રણ મહિનામાં શરૂ થશે.

મધ્ય ગુજરાતને વાયા આણંદ થઇને સૌરાષ્ટ્ર તરફ જવા માટે ગંભીરા બ્રિજ કડીરૂપ હતો. ચાર દાયકા જુનો બ્રિજ જર્જરિત થઇ ગયો હતો. આ મામલે, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓનું સતત ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તંત્રે કામગીરી કરવામાં આવી ન હતી. 

ભારદારી વાહનોની સતત અવરજવરવાળા ગંભીરા બ્રિજ તૂટયો હતો અને સલ્ફ્યુરીક એસિડ ભરેલી ટ્રક સહિતના વાહનો નદીમાં ગરકાવ થયા હતા.આ દુર્ઘટના બાદ 21 મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++