ACB ટ્રેપ- જરોદના પોલીસ કોન્ટેબલે રૂ.5 લાખની લાંચ માંગી હતી અને રૂ.70 હજાર લેતા તેનો માણસ ઝડપાયો

11:21 PM Jan 02, 2024 | gujaratpost

વડોદરાઃ એસીબીની ટીમે ફરી એક વખત સપાટો બોલાવી દીધો છે, નિર્મલસિહ નરેન્દ્રસિહ, હેડ કોન્સ્ટેબલ, જરોદ પોલીસ સ્ટેશન તાલુકો વાઘોડીયાને 70 હજાર રૂપિયાની લાંચમાં આરોપી બનાવ્યો છે. તેના સાથી ભરત જગદીશચંદ્ર જયસ્વાલ, ખાનગી વ્યક્તિને ઝડપી લેવાયો છે.આરોપીએ GF-11 ,મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે ખુલ્લી જગ્યામાં શીવનંદન કોમ્પલેક્ષ, જરોદ રેફરલ હોસ્પિટલની સામે આ લાંચની રકમ લીધી અને એસીબીએ તેને ઝડપી લીધો હતો.

આ કામના ફરીયાદીએ અગાઉ તેમનું ગોડાઉન ભાડેથી આપેલું અને ભાડુંઆત સાથે કરાર કર્યો ન હતો અને જે લોકો પાસે ગોડાઉન હતું તેઓ રમેશ બિસ્નોઈ અને પીયુષ નામના શખ્સો ટેન્કરમાંથી ગેસની ચોરી કરતા હતા, જરોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમને પકડી લેવાયા હતા. આરોપી પોલીસ કોન્સ્ટેબલે ગોડાઉનના માલિકનું નામ આ ગુનામાંથી કાઢી નાખવા માટે રૂ. 5 લાખની લાંચ માંગી હતી, અંતે અઢી લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ,જેમાં કોન્સ્ટેબલ માટે કામ કરનારા ખાનગી વ્યક્તિ ભરત જયસ્વાલના બેંક ખાતામાં 1.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા અને બાકીના 70 હજાર માટે વાયદો કર્યો હતો.

ફરિયાદી લાંચ ન આપવા માંગતો હોવાથી તેમને એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને લાંચના છટકા દરમિયાન ખાનગી વ્યક્તિ ઝડપાઇ ગયો છે અને આરોપી કોન્સ્ટેબલ ફરાર છે.

Trending :

ટ્રેપિંગ અધિકારી: એ.એન.પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post