+

દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ મોદી

સમિટના ઉદ્ધઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું અને ચરખો પણ ચલાવ્યો મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યના સીએમ સમિટમાં ઉપસ્થિત રહ્યાં PM Modi Gujarat Visit: વડાપ્રધાન નર

સમિટના ઉદ્ધઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું અને ચરખો પણ ચલાવ્યો

મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યના સીએમ સમિટમાં ઉપસ્થિત રહ્યાં

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ધઘાટન કર્યુ હતું. દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે  ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે.

તેમણે કહ્યું, 2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે. અમારું લક્ષ્ય ફક્ત ટોચે પહોંચવાનું નથી. ગ્રીન પાવરના આધારે અમે ભવિષ્ય સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. જે વિકાસશીલ દેશો નથી કરી શક્યા, તે ભારતે કરી બતાવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, એનર્જીના ફ્યુચર, ટેક્નોલોજી,પોલિસી પર ગંભીર ચર્ચા થશે. જે પણ વિચારીશું એ સમગ્ર માનવજાત માટે  ઉપયોગી થશે. દેશની જનતાએ સાત વર્ષ સુધી આ જ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો, દેશના તમામ વર્ગોને અમારી સરકાર પર વિશ્વાસ છે. વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા દેશવાસીઓનો પ્રયાસ છે.  

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter