+

Kheda News: કઠલાલના મહુધામાં ઘર્ષણ...ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને આવતા યુવકો પર 2000 લોકોના ટોળાએ કર્યો હુમલો- Gujarat Post

ગણેશ ઉત્સવમાં થઇ હતી બબાલ, ફરિયાદીઓ પર થયો હુમલો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો Latest Local News: ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડામાં પણ અશાંતિ ઉભી થઇ છે. ખેડા જિલ્લાના કઠલાલન

ગણેશ ઉત્સવમાં થઇ હતી બબાલ, ફરિયાદીઓ પર થયો હુમલો

પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો

Latest Local News: ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડામાં પણ અશાંતિ ઉભી થઇ છે. ખેડા જિલ્લાના કઠલાલના મહુધામાં ગણેશ ઉત્સવ દરમિયાન બબાલ થઈ હતી. ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરીને પરત ફરતા યુવકો પર 2000 લોકોનાં ટોળાએ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતા મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયેલા યુવાનો પર પર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં વાહનોને નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા ખેડા એસપી સહિત એલસીબી, એસઓજીનો કાફલો મહુધા પહોંચ્યો હતો.

મહુધા પંથકમાં બે ઈન્સ્ટા આઈડી યુઝર્સે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જેને લઈને કઠલાલના યુવકો ફરિયાદ નોંધાવવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. મોડી રાત્રે ફરિયાદ નોંધાવીને પરત ફરતા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું આવી પહોંચ્યું હતું. પોલીસે ફરિયાદીને બચાવવા  પોતાની ગાડીમાં બેસાડી દેવા પડ્યાં હતા.

આ ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં. ત્યારબાદ SOG, LCB ની ટીમે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. કઠલાલ અને મહુધા પંથકમાં પોલીસનું પેટ્રોલીંગ અને બંદોબસ્ત સઘન બનાવાયો છે, કેટલાક તત્વો દ્વારા વાતાવરણ તંગ કરવામાં આવી રહ્યું હોવાથી પોલીસ એલર્ટ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter