+

વિરોધીઓને જોરદાર ફટકો... ગણેશ ગોંડલે જેલમાં રહીને જીતી બેંકની ચૂંટણી- Gujarat Post

Gondal Nagarik Sahakari Bank Election Result 2024: ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં  ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના સૂપડાં

Gondal Nagarik Sahakari Bank Election Result 2024: ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં  ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપ પ્રેરિક પેનલનો જયજયકાર થતાં સમર્થકોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જૂનાગઢના કેસમાં જેલમાં રહેલા ગણેશ ગોંડલનો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ગણેશ જેલમાં હોવા છતાં જીત મેળવી છે.

ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી રવિવારે રાત્રે 8:30 કલાકે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યાં હતા. પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહ્યું છે. બેંકના ચેરમેન અશોક પીપળિયાએ જે રીતે વહીવટ કર્યો તે ભાજપ પ્રેરિત પેનલ માટે જીતનું મહત્વનું પરિબળ સાબિત થયું હતું.

ભાજપ પ્રેરિત પેનલમાં અશોક પીપળીયાને સૌથી વધુ 6377, હરેશ વડોદરિયાને 6000, ગણેશ ગોંડલને 5999, ઓમદેવસિંહ જાડેજાને 5947 મત મળ્યાં હતા. કોંગ્રેસ પ્રેરિત પેનલમાં યતિષ દેસાઈને સૌથી વધુ મત મળ્યાં હતા. યતિષ દેસાઈને 3527 મત મળ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter