+

PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ભૂજ- અમદાવાદ વચ્ચે દોડશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી પોતાના ગૃહ રાજ્યની પ્રથમ મુલાકાત

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ભૂજ- અમદાવાદ વચ્ચે દોડશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી પોતાના ગૃહ રાજ્યની પ્રથમ મુલાકાતે છે. આજે PM ભૂજ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અને અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ

વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવાની સાથે PM મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે અને મેટ્રો ટ્રેનની સવારી કરશે. વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે. મોદી અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુની કિંમતના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે.

વંદે મેટ્રો ટ્રેનની વિશેષતાઓ શું છે ?

વંદે મેટ્રો ટ્રેન ભૂજથી ઉપડશે અને 359 કિલોમીટરનું અંતર કાપીને 5.45 કલાકમાં અમદાવાદ પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર હશે. જ્યારે અન્ય મેટ્રો ટ્રેનો માત્ર ટૂંકા અંતરને આવરી લે છે, ત્યારે વંદે મેટ્રો ટ્રેન શહેરના કેન્દ્રને પેરિફેરલ શહેરો સાથે જોડશે.

મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેનો ફાયદો એ છે કે તે મુસાફરી ઝડપથી પૂર્ણ કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. વંદે મેટ્રો ટ્રેનને અથડામણ વિરોધી કવચ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter