+

13 બાળકો સહિત 15 લોકોનાં મોત, વડોદરાના તળાવમાં બોટ પલટી જવાની ઘટનામાં વિપક્ષે કહ્યું બેદરકારી કરનારાઓ સામે કાર્યવાહી કરો

બોટિંગમાં બેદરકારી, કોટિયા કન્સ્ટ્રક્શનને અપાયો હતો કોન્ટ્રાક્ટર બોટમાં લાઇફ જેકેટ પણ અપાયા ન હતા વડોદરાઃ શહેરમાં હરણી તળાવમાં એક બોટ પલટી જતા તેમાં સવાર 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 15 લોક

બોટિંગમાં બેદરકારી, કોટિયા કન્સ્ટ્રક્શનને અપાયો હતો કોન્ટ્રાક્ટર

બોટમાં લાઇફ જેકેટ પણ અપાયા ન હતા

વડોદરાઃ શહેરમાં હરણી તળાવમાં એક બોટ પલટી જતા તેમાં સવાર 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 15 લોકોનાં મોત થઇ ગયા છે. બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અનેક લોકો ઘટના સ્થળે પહોંચીને મદદ કરી રહ્યાં છે. સ્કૂલમાંથી પ્રવાસ માટે 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો અહીં આવ્યાં હતા અને બોટિંગ વખતે આ દુર્ઘટના બની હતી.

વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ

વડોદરાની દુર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુખ

પોલીસ કાફલો અને બચાવ ટીમ અહીં પહોંચી ગઇ છે અને કેટલાક વિદ્યાર્થીઓને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટના બાદ અહીં અફડા તફડીનો માહોલ છે.જિલ્લા કલેક્ટર અને મેયર સહિતનો કાફલો અહીં પહોંચી રહ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે.

4 શિક્ષકો અને 23 બાળકો બોટમાં સવાર હતા
બોટમાં કુલ 31 લોકો હતા સવાર
ધોરણ-1 થી 5 ના 13 વિદ્યાર્થીઓનાં મોત

આ બોટમાં કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યાં હતા, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પણ અપાયા ન હતા, આ બેદરકારી બદલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઇએ.વિપક્ષે માંગ કરી છે કે કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. આ બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવતા આ દુર્ઘટના ઘટી છે.

મૃતકોનાં નામ

મુવાઝા શેખ
સફીના શેખ
અલીસ્બા કોઠારી
ઝહાબીયા સુબેદાર
વિશ્વા નિઝામા
નેન્સી માછી
આયેશા ખલીફા
આયત મન્સુરી
રેહાન ખલીફા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

Trending :
facebook twitter