13 માસૂમ બાળકોનાં મોતથી વાલીઓમાં આક્રોશ, બોટ દુર્ઘટના મામલે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ

09:14 PM Jan 18, 2024 | gujaratpost


વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 નાં મોત

સયાજી હોસ્પિટલમાં 3 નાં મોત

વડોદરાઃ હરણી તળાવ પર પીકનીક પર આવેલા બાળકો બોટમાં સવાર થયા અને થોડી જ વારમાં બોટ પાણીમાં પલટી જતા તમામ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા, અત્યાર સુધી 13 વિદ્યાર્થીઓનાં અને 2 શિક્ષકોનાં મોત થઇ ગયા છે, વાલીઓમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો છે, અહીં લોકો રડી રહ્યાં હતા, માતાઓ વિલાપ કરી રહી હતી. આ બાળકોને લાઇવ જેકેટ પણ અપાયા ન હતા અને કોન્ટ્રાક્ટરે અન્ય કોઇ સબ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, બોટની સમયસર કોઇ તપાસ પણ થઇ નથી, જેથી કોર્પોરેશન સામે વાલીઓમાં આક્રોશ છે.

Trending :

બાળકોનાં મોત પર પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દુખ વ્યક્ત કર્યું છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યાં છે. કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.  રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપશે.

બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યાં, લાઇફ જેકેટ પણ આપ્યાં નહીં

નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

આ બોટમાં 16 લોકોની ક્ષમતા હોવા છંતા 27 લોકોને બેસાડવામાં આવ્યાં હતા અને બોટ અચાનક પલટી ગઇ હતી, બાળકોએ બૂમાબૂમ કરી પરંતુ તેમના સુધી કોઇ ઝડપથી પહોંચી ન શક્યું, 1 થી 5 ધોરણમાં ભણતા માસૂમ 13 બાળકો પાણીમાં ડૂબ્યાં અને તેમનું મોત થઇ ગયું, તેમની માતાઓ રડી રહી છે, પરિવારો પર આભ તૂટી પડ્યું છે, આ દુર્ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર
સામે કડક કાર્યવાહી થઇ જોઇએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post