+

ખેડામાં વ્યાજખોરોના ત્રાસથી સ્કૂલમાં જ શિક્ષકે કરી આત્મહત્યા, 7 લોકો સામે નોંધાયો ગુનો

ખેડાઃ નડિયાદના એક શિક્ષકે સ્કૂલમાં ઝેરી ગોળીઓ ખાઇને આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી

ખેડાઃ નડિયાદના એક શિક્ષકે સ્કૂલમાં ઝેરી ગોળીઓ ખાઇને આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કેસની તપાસ હાથ ધરી હતી. વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકે આ પગલું ભર્યું હતું. પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદ પર 7 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

મૃતકની ઓળખ નડિયાદના નિરવભાઈ પટેલ તરીકે થઈ છે. જેઓ ભાલાડાની ધનતલાવ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. શાળાએ પહોંચ્યાં બાદ તેમને 12 સલ્ફાસની ગોળીઓ ખાઇ લીધી હતી. સ્થળ પર હાજર સ્કૂલ સ્ટાફે તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે વ્યાજખોરો 10 થી 60 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે.

પોલીસે નરેશ પટેલ, વિકી, વિક્રમ મારવાડી, રાકેશ પરમાર, હાર્દિક બારોટ, અલ્પેશ પટેલ અને જતિન પટેલ સહિત 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીઓની પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું કહેવું છે કે મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાઇ જશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter