+

લોહિયાળ હુમલામાં અંદાજે 600 લોકોનાં મોત, ઇઝરાયેલે હિઝબુલ્લાના કમાન્ડર ઈબ્રાહિમ કુબૈસીને પણ કર્યો ઠાર

Isreal Lebnon News: હિઝબુલ્લાએ તેના ટોચના કમાન્ડર, ઇબ્રાહિમ કોબાબીના મોતની પુષ્ટિ કરી હતી, જે દક્ષિણ બેરૂતમાં ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં છ માળની ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી, જ્યા

Isreal Lebnon News: હિઝબુલ્લાએ તેના ટોચના કમાન્ડર, ઇબ્રાહિમ કોબાબીના મોતની પુષ્ટિ કરી હતી, જે દક્ષિણ બેરૂતમાં ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં છ માળની ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી, જ્યાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે. થોડા જ દિવસોમાં ઇઝરાયેલનો આ ત્રીજો મોટો હુમલો હતો. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે કોબેસી આતંકવાદી સંગઠનના પહેલા સભ્યને મૃત જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે ઈઝરાયેલે કહ્યું કે કોબેસી હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર હતો, જે સંગઠનના રોકેટ અને મિસાઈલ યુનિટનો હવાલો સંભાળતો હતો. ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે કોબેસી ઇઝરાયેલને લક્ષ્યમાં રાખીને રોકેટ અને મિસાઇલો ચલાવવા માટે જવાબદાર હતો, અને  ત્રણ ઇઝરાયેલી સૈનિકોનું અપહરણ અને હત્યાના કેસમાં તેનો જ હાથ હતો.

સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટેરેસે લેબનોન પરના હુમલા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આવા હુમલાઓ માત્ર અસ્થિરતાને પ્રોત્સાહન આપે છે. યુએનના વડાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરતા દેશો અને હુમલા કરીને આ કાયદાઓથી બચવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાલમાં લેબનોનમાં ઈઝરાયેલ સેનાના હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલય દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ હુમલામાં 50 બાળકોનાં મોત થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter