+

દુષ્કર્મ આચરનારા ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ, કહ્યું- અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો અમારી સાથે છે

Latest Vadodara News: ભાજપનો ખેસ ધારણ કરી લીધા બાદ કાર્યકર્તા, નેતાઓને પોલીસનો ડર ન હોય તેમ બેખૌફ બનીને ગુનાઓ આચરી રહ્યાં છે. વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કા

Latest Vadodara News: ભાજપનો ખેસ ધારણ કરી લીધા બાદ કાર્યકર્તા, નેતાઓને પોલીસનો ડર ન હોય તેમ બેખૌફ બનીને ગુનાઓ આચરી રહ્યાં છે. વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ નામનો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પરણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાને મોબાઇલ પર ચેટ કરી ઘરમાં કોઇ છે કે કેમ તે જાણી લઇ રાતે બળાત્કાર ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકર આકાશ ગોહિલ સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં સંસદ સભ્ય તેમજ જિલ્લાના ધારાસભ્યો સાથે ફોટા પડાવી ફરતા કરનાર  કાર્યકર આકાશ ગોહિલ ફરાર થઇ ગયો છે.

આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ ફરતી થઇ છે. જેમાં આકાશ તરીકે વાત કરી રહેલો વ્યક્તિ  કહી રહ્યો છે કે, એ ગમે તે કરે અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો છે, અમને કંઇ થશે નહીં, અમારો પીએ હતો રાજેશ ગોહિલ (રેપ કેસનો આરોપી) જે 10 દિવસમાં છૂટી ગયો હતો. ત્યારે બેફામ બનેલા ભાજપના આવા નરાધમો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter