(ફાઇલ ફોટો)
એએમસી યોજશે નવરાત્રિ મહોત્સવ
રિવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ સેન્ટર પર યોજાશે મહોત્સવ
અમદાવાદઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિની ગરબા પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. 26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે.
રંગતાલી રિવરફ્રન્ટ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ વખત યોજાનારા ગરબા થીમ બેઝ હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટિકિટના દર અને ફૂડ સ્ટોલ વગેરે માટેના દરની જાહેરાત કરવામાં આવશે. ટિકિટ માત્ર ઓનલાઈન જ મળે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ઉલ્લેખનીય છે આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.