+

Acb ટ્રેપઃ હિંમતનગરના ગાંભોઇના નાયબ મામલતદાર રૂ. 30 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

હિંમતનગરઃ ફરિયાદી પાસે માટી મામલે ગાંભોઇના સર્કલ ઓફિસરે પૈસાની માગણી કરતાં ભોગ બનનારે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ જિલ્લા સેવા સદનના ભોંયતળીયે વહીવટી કચેરીમાં નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર) જ

હિંમતનગરઃ ફરિયાદી પાસે માટી મામલે ગાંભોઇના સર્કલ ઓફિસરે પૈસાની માગણી કરતાં ભોગ બનનારે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ જિલ્લા સેવા સદનના ભોંયતળીયે વહીવટી કચેરીમાં નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર) જીતેન્દ્ર આર પટેલ લાંચની રકમ રૂ. 30 હજાર સ્વીકારતાં એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

હિંમતનગર તાલુકાના ફરિયાદીએ સાદી માટી મામલે ગાંભોઇ સર્કલ ઓફિસરનો સંપર્ક કર્યો હતો. સર્કલ જીતેન્દ્ર પટેલ દ્વારા પૈસાની માગણી કરાઇ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. જીતેન્દ્ર પટેલને મંગળવાર તા. 29-07-25 ના રોજ સાંજે પૈસા આપવાનું નક્કી કરાયું હતુ, જેમાં એસીબીએ ટ્રેપ કરીને લાંચ લેનાર સરકારી બાબુને ઝડપી લીધા હતા.

એસીબીની કાર્યવાહી દરમિયાન અન્ય કર્મચારીઓની પણ અવરજવર હતી. અને ઓફિસમાં લાંચના છટકાની વાત વાયુવેગે પ્રસરી જતાં અન્ય કર્મચારીઓ પોતપોતાની ચેમ્બરો છોડી રવાના થઇ ગયા હતા, સાથે જ અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

facebook twitter