સુરતમાં યુવકે આત્મહત્યા પહેલાં ફોન તોડી નાખ્યાં, અનેક તર્ક વિતર્ક - Gujarat Post

10:30 AM Sep 09, 2025 | gujaratpost

મૃતક પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી

પરિવારનો એકનો એક દીકરો હતો

સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સોનુકુમાર રામબાલી ગૌતમે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સોનુકુમાર મૂળ ઉત્તર પ્રદેશનો હતો અને સચિનની હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા સાડીના કારખાનામાં કામ કરતો હતો. તેનો પરિવાર વતનમાં રહે છે, જેમાં તેના માતા-પિતા અને બે બહેનોનો સમાવેશ થાય છે. સોનુકુમાર પરિવારનો એકનો એક દીકરો હતો.

સોનુકુમારનો મૃતદેહ તેના રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને સોનુકુમારે લખેલી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, મને ગભરામણ થાય છે. મારે જીવવાની ઈચ્છા નથી, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી, આ પગલું હું મારી મરજીથી ભરું છું. તેણે પહેલાં પોતાનો મોબાઈલ અને સીમકાર્ડ પણ તોડી નાખ્યું હતુ. 

સોનુકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. એકના એક દીકરાના અચાનક થયેલા મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સચિન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++