+

પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનારા AMC ના નિવૃત કર્મચારી એસીબીના હાથે ઝડપાયા

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનારા AMC ના નિવૃત કર્મચારી પર એસીબીએ સકંજો કસ્યો છે. કર્મચારીઓ દ્રારા કોમર્શીયલ તેમજ ર

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરાટનગર વોર્ડના પ્રોપટી ટેક્ષને લગતી આકારણીની કામગીરી કરનારા AMC ના નિવૃત કર્મચારી પર એસીબીએ સકંજો કસ્યો છે. કર્મચારીઓ દ્રારા કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીની કામગીરીમાં લોકોને હેરાન કરાતા હોવાની અનેક ફરિયાદો છે. તેવા સમયે જ એસીબીએ ટ્રેપ કરી છે.

વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1000 થી રૂ.10,000 સુધીની લાંચની માંગણી કરતા હોવાની એ.સી.બી ને ફરિયાદ મળી હતી.

જે રજૂઆતને આધારે ડીકોયરનો સાથ- સહકાર મેળવીને લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લાંચના છટકામાં આરોપી ગોવિંદ પરમાભાઇ ડાભી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી) એ લાંચ લીધી અને તેઓ ઝડપાઇ ગયા હતા, આરોપીએ ડીકોયર સાથે હેતુલક્ષી વાંતચીત કરીને રૂ.4,000 ની લાંચની રકમ મકાન નં.એ/52- અંબિકાનગર સોસાયટી, વિરાટનગરમાં લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.

ટ્રેપિંગ અધિકારી: ડી.એન.પટેલ, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ 

સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

facebook twitter