+

Acb ટ્રેપઃ આણંદમાં કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા

આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચોથા એડી. સીનિયર સિવિલ જજની કચેરીમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માનગની મીર ઝડપાયા  રૂપિયા 75 હજારનો પગાર હોવા છંતા લાંચ લીધી અને ઝડપાઇ ગયા  આણંદઃ ફરીયા

આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના ચોથા એડી. સીનિયર સિવિલ જજની કચેરીમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ઉસ્માનગની મીર ઝડપાયા 

રૂપિયા 75 હજારનો પગાર હોવા છંતા લાંચ લીધી અને ઝડપાઇ ગયા 

આણંદઃ ફરીયાદી વિરુધ્ધ બેન્ક દ્વારા સરફેસી એક્ટ હેઠળ મકાનનો કબ્જો મેળવવા સીવીલ કોર્ટ, આણંદમાં ન્યાયિક પ્રક્રિયા કરાઇ હતી. જે કામે સીવીલ કોર્ટે તારીખ 23-4-2025 ના રોજ ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવાનો હુકમ કર્યો હતો. જે હુકમની અમલવારી કરવા કોર્ટે, કોર્ટ કમિશ્નર મુજબ કાર્યવાહી કરવા જણાવતા તારીખ 31-8-2025 ના રોજ કોર્ટ કમિશ્નર તથા આરોપી ઉસ્માનગની મીર ફરીયાદીના મકાનનો કબ્જો બેન્કને સોંપવા ફરીયાદીના ઘરે ગયા હતા.

પરંતુ મકાનનો કબ્જો બેન્કને અપાવેલો નહી. બાદ આરોપી ફરીયાદીને રૂબરૂમાં તેમજ ટેલીફોનિક સંપર્ક કરીને મકાનનો કબ્જો લેવા કોર્ટના માણસ આવશે અને આ કેસમાં 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેમાં રૂ.10,000 અગાઉ લઇ લીધેલા હતા અને બાકીના રૂ.15,000 ની માંગણી કરાઇ હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરીને પોતાની ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં લાંચની રકમ રૂ.15,000 અમુલ ડેરી સામે જાહેર રોડ ઉપર, આણંદમાં સ્વીકારતા આરોપી ઝડપાઇ ગયો હતો..

ટ્રેપીંગ અધિકારી: એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ 

સુપરવિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter