+

સ્થિતી ભયાનક... નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું, દેશ છોડીને ભાગી શકે છે ઓલી

કાઠમંડુઃ ભારતના પાડોશી દેશ નેપાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલો વિરોધ સોમવારે હિંસક બન્યો હતો. પોલીસે યુવાનોના ટોળા પર ગોળીબાર કર્યો હતો. જ

કાઠમંડુઃ ભારતના પાડોશી દેશ નેપાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલો વિરોધ સોમવારે હિંસક બન્યો હતો. પોલીસે યુવાનોના ટોળા પર ગોળીબાર કર્યો હતો. જેમાં લગભગ 21 લોકોનાં મોત થયા છે. 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે મોટા સમાચાર એ છે કે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવી શક્યતા છે કે કેપી ઓલી દેશ છોડીને ભાગી શકે છે.

હવે કોણ કમાન સંભાળશે, આગળ શું થશે ?

પોતાના પદ પરથી રાજીનામું આપ્યાં બાદ નેપાળના કેપી શર્મા ઓલીએ દેશની કમાન નાયબ વડાપ્રધાનને સોંપી દીધી છે. વિરોધીઓનું કહેવું છે કે દેશમાં એક વચગાળાની સરકારની રચના થવી જોઈએ. સંસદ ભંગ કરીને નવેસરથી ચૂંટણીઓ કરાવવાની પણ માંગ છે.

પરંપરા શું રહી છે ?

નેપાળના કપિલવસ્તુના સાંસદ મંગલ પ્રસાદ ગુપ્તાએ કહ્યું કે કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ દેશની પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે. સમગ્ર દેશમાં અરાજકતા છે. કેપી ઓલીના જવા અંગે કોઈ માહિતી નથી. સાંજની બેઠકો મુલતવી રાખવામાં આવી છે. મંગલ પ્રસાદ ગુપ્તાએ કહ્યું છે કે નેપાળના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કાર્યકારી વડાપ્રધાન હોઈ શકે છે. આ પરંપરા રહી છે. હાલ પૂરતું નેપાળમાં ચૂંટણીમાં સમય લાગશે.

મંત્રીઓ અને નેતાઓના મકાનો પર હુમલા થયા 

સોમવારે વિરોધ કરી રહેલા યુવાનો પર ગોળીબાર કર્યા બાદ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યાં હતા. મંગળવારે વિરોધીઓએ દેશના મંત્રીઓ અને નેતાઓના ઘરો પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યાં હતા.

નેપાળમાં યુવા વિરોધીઓના ટોળાએ પીએમ ઓલીના ઘર તરફ કૂચ કરી હતી. વિપક્ષી નેતા પુષ્પ કમલ દહલ (પ્રચંડ) ના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નેપાળી કોંગ્રેસ પ્રમુખ દેઉબાના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીના ઘરને આગ લગાવવામાં આવી છે અને સંદેશાવ્યવહાર મંત્રીના ઘરને પણ આગ લગાવવામાં આવી છે.

ઘણા મંત્રીઓએ રાજીનામું આપ્યું

નેપાળ સરકારના ઘણા મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમાં નેપાળના કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ પોતાનું પદ છોડી દીધું છે. પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવ પણ રાજીનામું આપી રહ્યાં છે. નેપાળમાં શેખર કોઈરાલા (નેપાળ કોંગ્રેસ) જૂથના મંત્રીઓ રાજીનામું આપી રહ્યાં છે. સોમવારે નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે હિંસક વિરોધ પ્રદર્શનોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter