+

હિંસા વધી...નેપાળના પૂર્વ પીએમ ઝાલનાથ ખનાલના પત્નીને જીવતા સળગાવી દેવાયા

કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓ શાંત થવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ ભવન પર આગ લગાવ્યાં બાદ વિરોધીઓએ અન

કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓ શાંત થવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ ભવન પર આગ લગાવ્યાં બાદ વિરોધીઓએ અનેક મંત્રીઓ અને ભૂતપૂર્વ વડાપ્રધાનના ઘર પર હુમલો કર્યો છે. આ દરમિયાન, નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝાલનાથ ખનાલના ઘર પર વિરોધીઓએ હીંસા કરી હતી. ઘરમાં આગ લગાવી દેતા પૂર્વ વડાપ્રધાનના પત્નીનું મોત થયું હતુ, પ્રદર્શનકારીની આગમાં તેમનું મોત થઇ ગયું છે. 

આગમાં દાઝી જવાથી મોત

નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ઝાલનાથ ખાનાલના પત્ની રાજલક્ષ્મીનું મોત થયું છે. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા, પ્રદર્શનકારીઓએ બિરગંજ મેટ્રોપોલિટન મેયર રાજેશમનના ઘર અને નેપાળી કોંગ્રેસના નેતા અનિલ રૂંગટાના ઘરને પણ નિશાન બનાવ્યું છે.

પીએમ ઓલીએ રાજીનામું આપ્યું

આ હિંસક વિરોધના દબાણ હેઠળ, પ્રથમ ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી પ્રદીપ પૌડેલ અને પાણી પુરવઠામંત્રી પ્રદીપ યાદવે રાજીનામું આપી દીધું છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ સંસદ ભવનમાં ઘૂસીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter