+

સુરત સાયબર ક્રાઇમે ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો કર્યો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો

લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની લાલચ આપવામાં આવતી હતી ચાઈનીઝ ગેંગ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી  પોલીસે સુરત અને પંજાબના આરોપીઓને ઝડપી લીધા  સુરત: સાયબર ક્રાઈમની ટીમ

લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની લાલચ આપવામાં આવતી હતી

ચાઈનીઝ ગેંગ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી 

પોલીસે સુરત અને પંજાબના આરોપીઓને ઝડપી લીધા 

સુરત: સાયબર ક્રાઈમની ટીમે થાઈલેન્ડ અને મ્યાનમાર સુધી ફેલાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ રેકેટમાં નોકરીના બહાને ભારતના 40 યુવાનોને છેતરીને તેમને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં મજૂરી કરાવવામાં આવતી હતી. આ ઘટનામાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, આ રેકેટ છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. આરોપીઓ યુવાનોને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપતા હતા. યુવાનોને થાઈલેન્ડ પહોંચ્યાં બાદ તેમને નદી માર્ગે બોર્ડર ક્રોસ કરાવીને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી દેવામાં આવતા હતા.

મ્યાનમારમાં પહોંચ્યાં બાદ આ યુવાનોને ચાઈનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા. આ ગેંગ તેમને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખીને તેમનું શોષણ કરતી હતી. યુવાનોના નામે ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને તેમના દ્વારા ભારત સહિત વિદેશોમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી.

આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પંજાબના પટિયાલાના ઝીરકપુર ખાતેથી બે આરોપીઓ અને સુરતના ડીંડોલીથી એક આરોપી સહિત કુલ ત્રણની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ રીતે કુલ 40 યુવાનોને થાઈલેન્ડ અને મ્યાનમાર મોકલી દેવામાં આવ્યાં હતા. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકો સામેલ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. તપાસના અંતે મોટો ખુલાસો થઈ શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter