શી- જિનપિંગે 281 મિલિયન ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી
જિનપિંગે SCO સમિટમાં વર્ચસ્વવાદ અને પાવર પોલિટિક્સનો વિરોધ કર્યો
બેઇજિંગઃ ચીનના તિયાનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠનું શિખર સંમેલન શરૂ થઈ ગયું છે. આ પહેલા પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, તિયાનજિનમાં વાતચીત શરૂ. એસસીઓ શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીતનું આદાન પ્રદાન કર્યું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળીને મને હંમેશા ખુશી થાય છે.
શી જિનપિંગે શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનના ઉદ્ઘઘાટન સત્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ સંગઠને પ્રાદેશિક સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અસ્થિર અને અશાંત છે.
શી જિનપિંગે ખાતરી આપી કે ચીન તમામ સભ્ય દેશો સાથે મળીને SCOને વિકાસના નવા તબક્કામાં લઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અમે ન્યાય અને નિષ્પક્ષતાને સમર્થન આપીએ છીએ અને વર્ચસ્વવાદ અને પાવર પોલિટિક્સનો વિરોધ કરીએ છીએ.
"Always a delight to meet President Putin!" tweets Prime Minister Narendra Modi as he meets the Russian President at the venue of the Shanghai Cooperation Council (SCO) Summit in Tianjin, China. pic.twitter.com/Cr8Ion0s73
— ANI (@ANI) September 1, 2025
ચીનના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રના રક્ષણ અને બહુપક્ષીય વેપાર પ્રણાલીની મૂળ ભાવનાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જાહેરાત કરી કે ચીન જરૂરિયાતમંદ SCO સભ્ય દેશોમાં લોકોની આજીવિકા સુધારવા માટે 100 નાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/