બેઇજિંગઃ ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની દોસ્તી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની આંખમાં ખટકી રહી છે. ચીને વિશ્વના દિગ્ગજ રાષ્ટ્રપતિઓ વિક્ટ્રી પરેડમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ સામેલ થયા હતા.
એક મંચ પર આ દિગ્ગજોની હાજરીને જોતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, રશિયા અને ઉત્તર કોરિયા પર અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યાં સુધી તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યાં છો, ત્યાં સુધી મારી શુભેચ્છાઓ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને પણ આપો.
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીનો ખાસ અર્થ છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચીનને યાદ અપાવ્યુ કે, ચીનની આઝાદીમાં અનેક અમેરિકોને જીવ ગુમાવ્યો હતો.
ચીન બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારની 80મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. સત્તા વિરોધી પ્રદર્શનોનું પ્રતિક રહેલા ચીનના ઐતિહાસિક તિયાનાનમેન સ્ક્વેર પર યોજાયેલી આ પરેડમાં હજારો સૈનિકો, 100 થી વધુ ફાઇટર જેટ, મિસાઈલ, ટેન્ક અને હાઇપરસોનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીને આ પરેડમાં નેક્સ્ટ જનરેશનના હથિયારોનું પણ પ્રદર્શન કર્યું. આ પરેડમાં રશિયાના વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન, ઈરાનના મસૂદ પેઝેશકિયન સહિત 26 દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરેડ ચીનની સૈન્ય શક્તિ અને વૈશ્વિક પ્રભાવ દર્શાવે છે, જે અમેરિકા અને પશ્ચિમી દેશો માટે પડકારરૂપ સંદેશ છે.

— Trump War Room (@TrumpWarRoom) September 3, 2025