ગોંડલઃ અનિરુદ્ધસિંહ જાડેજાએ ફરી જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખી અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તેનો અર્થ એ છે કે તેમણે હવે ફરીથી જેલમાં જવું પડશે.
1988માં ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા થઈ હતી. આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં તેમને સજા માફી મળી ગઈ હતી અને તેઓ જેલમાંથી બહાર આવી ગયા હતા.
જો કે, પોપટભાઈના પૌત્રએ આ સજા માફીને પડકારી અને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે સજા માફીને ગેરકાયદેસર ઠેરવી અને અનિરૂદ્ધસિંહને એક મહિનાની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે અનિરૂદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમને રાહત આપી નહીં.
સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અનિરૂદ્ધસિંહ જાડેજાએ જેલમાં સરેન્ડર થવું જ પડશે. ત્યાર બાદ જ સજા માફી અંગે ફરીથી વિચારણા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ પોલીસ અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહને શોધી રહી છે. સરેન્ડર કર્યા બાદ આ કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે, કારણ કે તેમની આગોતરા જામીનની અરજી કોર્ટે પહેલેથી જ ફગાવી દીધી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/