સુરતઃ શહેર હવે ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેમ લાગે છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરવામાં આવ્યાં હોવાની ઘટના તાજી છે ત્યાં જ વધુ એક ઘટના બની હતી. શહેરના એક આધેડે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષના બિલ્ડરે 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીને સલાડ કાપવાના બહાને રસોડામાં મોકલી બિલ્ડરે પાછળથી અંદર પહોંચી જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર કિશોરીએ ઘરે આવી આ વાત માતાને જણાવતા તેઓએ આ મામલે બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાની 16 વર્ષની દીકરીને કાપોદ્રા વિસ્તારમાં આવેલી મમતા પાર્ક સોસાયટીમાં રહેતા એક બિલ્ડરે પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેથી પરિણીતાએ બિલ્ડર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પરિણીતાની દીકરી અને તેની બહેનપણી નાસ્તો લેવા માટે ગયા હતા. આ સમયે અમરોલી શ્રીરામ ચોકડી પાસે બિલ્ડર મળી ગયો હતો. જે કિશોરીની બહેનપણીને ઓળખતો હતો. જેથી બિલ્ડરે બંને બહેનપણીઓને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે જણાવ્યું હતું. જેથી બંને તૈયાર થતા તેઓ ફાર્મ હાઉસમાં ગયા હતા. જોકે ત્યાં બિલ્ડર તથા બંને બહેનપણીઓએ પાર્ટી કર્યા બાદ બિલ્ડરે 16 વર્ષની કિશોરીને સલાડ કાપવા માટે રસોડામાં મોકલી હતી. રસોડામાં કિશોરી પહોંચતા જ બિલ્ડર પણ ત્યાં પહોંચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/