+

ઓડિશાના કટકમાં SCB હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 10 લોકોનાં મોત

ઓડિશાઃ સોમવારે વહેલી સવારે ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકો

ઓડિશાઃ સોમવારે વહેલી સવારે ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં મોટાભાગના ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ દર્દીઓ હોવાનું કહેવાય છે. આ ઘટના લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ટ્રોમા કેર ઇમરજન્સી વિભાગના પહેલા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ અને હોસ્પિટલના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા

આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ત્રણ ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યાં હતા. અગ્નિશામકોને આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. હોસ્પિટલમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો, દર્દીઓના સગાંઓ ગભરાઈને ભાગી ગયા હતા. પરિસ્થિતિને જોતાં ICUમાં રહેલા દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં દર્દીઓને હોસ્પિટલના ન્યૂ મેડિસિન આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલમાં અજ્ઞાત છે.

મુખ્યમંત્રી મોહન માઝી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા

ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી મોહન માઝી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ન્યૂ મેડિસિન બિલ્ડીંગની મુલાકાત લીધી અને આગથી પ્રભાવિત દર્દીઓ અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી માઝીએ જાહેરાત કરી કે દરેક મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને ડીસીપી સહિત અનેક વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા. વહીવટીતંત્ર ઝડપી ગતિએ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખી રહ્યું છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે.

facebook twitter