અમદાવાદઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી લીધા છે. કેતન ગીરીશભાઇ દવે, સિનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો, સાણંદ સેન્ટર, અમદાવાદને રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.
ગુનાનુ સ્થળ: ગાંધીનગર સરગાસણ ચોકડી, સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં
ફરીયાદીને પોલીસ પ્રોટક્શન મળેલ હોય અને તે પ્રોટેક્શન રીન્યુ કરાવા માટે ફરીયાદીએ અરજી કરેલી. જે અરજી અનુસંધાને આરોપીએ પોઝીટીવ અભિપ્રાય મોકલી આપવા 80 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીની ટીમે આરોપીને લાંચના 80 હજાર રૂપિયા સાથે ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ ઓફીસર: એચ.બી.ચાવડા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, અમદાવાદ