+

સુરતમાં કિશોરીને નશીલું પીણું પીવડાવી યુવકે દુષ્કર્મ આચર્યું, બિભત્સ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી - Gujarat Post

(પ્રતિકાત્મ ફોટો) સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે સગીરાને ઘેનયુક્ત પીણુ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવક ફરવાના બહાને સગીરાને ફા

(પ્રતિકાત્મ ફોટો)

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે સગીરાને ઘેનયુક્ત પીણુ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવક ફરવાના બહાને સગીરાને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને નશીલો પદાર્થ પીવડાવ્યો હતો, તે અર્ધબેભાન થઈ જતા તેના બીભસ્ત ફોટા પાડીને વીડિયો ઉતારી લીધા હતા હતા. ત્યાર બાદ યુવકે સગીરાને આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી યુવકના મિત્રએ પણ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી જો આ વાતને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ એવી ધમકીઓ પણ આપી હતી.  

પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, વરાછા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી તેના મિત્રો મારફતે વરાછા સીતાનગર અર્ચના રોડ પર આવેલ ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા યુવક સાથે  સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ યુવકે તેની સાથે વાતચીત કરી મિત્રતા કરી હતી અને કિશોરીને પોતાની વાતોમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવક તેને ફરવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો જ્યાં કિશોરીને નશીલા પદાર્થવાળું પીણું પીવડાવી દીધું હતું.

નશીલા પીણાના કારણે કિશોરી અર્ધ બેભાન થઈ જતા તેના બિભસ્ત ફોટા પાડીને મોબાઈલમાં વીડિયો ઉતારી લીધા હતા અને ત્યારબાદ આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.અનેક વખતે તેના ફોટો-વીડિયોને આધારે બ્લેકમેઈલ કરી શારીરિક સંબંધ બાંધતો હતો. ઉપરાંત આ વાતની જાણ ઘરે કે પોલીસને કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter