+

સરકાર જસ્ટીસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવશે, લોકસભા સાંસદોના હસ્તાક્ષર લેવાનું શરૂ

નવી દિલ્હીઃ સરકારે જસ્ટિસ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી કરોડો રૂપિયાની બળી ગયેલી રોકડ મળવાના કેસમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભા સાંસદોના હસ્તાક્ષર લેવાનું શરૂ કર્યું છે. જસ્ટિસ વર

નવી દિલ્હીઃ સરકારે જસ્ટિસ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી કરોડો રૂપિયાની બળી ગયેલી રોકડ મળવાના કેસમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભા સાંસદોના હસ્તાક્ષર લેવાનું શરૂ કર્યું છે. જસ્ટિસ વર્મા વિરુદ્ધ સંસદના નીચલા ગૃહમાં જ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે પ્રસ્તાવ પર 100 સાંસદોની સહી હોવી ફરજિયાત છે. સૂત્રોએ જણાવ્યું કે ઘણા સાંસદોની સહી લેવામાં આવી છે. જો આ પ્રસ્તાવ રાજ્યસભામાં લાવવામાં આવ્યો હોત, તો 50 સાંસદોની સહી જરૂરી હોત.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ તાજેતરમાં જણાવ્યું કે મહાભિયોગ પ્રસ્તાવ સંસદના ચોમાસુ સત્રમાં આવશે. સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર આ પ્રસ્તાવ પર સહયોગ મેળવવા માટે વિપક્ષી દળો સાથે પણ વાત કરી રહી છે, કારણ કે આ ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દો છે અને તેથી તેમાં કોઈ પણ પ્રકારની રાજનીતિને કોઈ અવકાશ નથી.
 
હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં કાર્યરત જસ્ટીસ વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં તૈનાત હતા, ત્યારે તેમના સરકારી આવાસમાં લાગેલી આગ દરમિયાન પોલીસને મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ તપાસમાં શોધી કાઢ્યું હતું કે આ રોકડ ગેરકાયદેસર રીતે જમા કરવામાં આવી હતી. આ પછી જ જસ્ટીસ વર્માની અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter