સ્ટોરીઃ મહેશ. R પટેલ
દાદાએ વિચાર્યું પણ નહીં હોય કે જનતા તેમને આવા અપશબ્દો કહેશે
પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને જોડતો બ્રિજ તૂટી પડતા કુલ 21 લોકોનાં મોત, અનેક પરિવારો વિખેરાયા
વડોદરાઃ ગુજરાતમાં એક પછી એક અનેક મોટી દુર્ઘટનાઓ સર્જાઇ છે, મોરબી બ્રિજ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના અને હવે ગંભીરા બ્રિજ, આ બધી ઘટનાઓમાં અનેક લોકોનાં જીવ ગયા અને અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં, ભાજપ સરકાર પોપટની જેમ એક જ વાત કરે છે- જવાબદારોને છોડાશે નહીં, પરંતુ જવાબદારો દર વખતે છટકી જાય છે. સરકાર થોડા દિવસ કાર્યવાહીની વાતો કરે છે, તેને જે બતાવવું છે તે બતાવે છે અને જનતા મહિનાઓમાં જ બધુ ભૂલી જાય છે.

આ વખતે બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોનાં જીવ ગયા છે, મૃતકોના પરિવારજનોના આંસુ રોકાઇ રહ્યાં નથી, મંત્રી રૂષિકેશ પટેલ ઘટના સ્થળે એક દિવસ પછી પહોંચ્યાં અને અધિકારીઓ સાથે ઘટના વિશે માહિતી મેળવી, પરંતુ ઘણા પીડિતોને તેમને મળવાથી રોકી દેવામાં આવ્યાં, એમ પણ જનતાનો અવાજ દબાવી દેવાનું આ લોકોને સારું આવડે છે.
અત્યાર સુધીની આ તમામ દુર્ઘટનાઓ માનવ સર્જિત જ છે, તેમ છંતા બેદરકાર અધિકારીઓ અને જવાબદાર નેતાઓ બચી જાય છે અને થોડા સમય પછી કોઇને કોઇ નવી દુર્ઘટના બને છે, જનતા અને કોંગ્રેસ થોડો વિરોધ કરે છે અને પછી કોંગ્રેસના નેતાઓ પણ પોતાના ધંધા વધારવામાં લાગી જાય છે. જનતાના આંસુ સુકાઇ જાય છે, ચૂંટણીઓ આવે છે અને ભાજપના ખોટા વાયદાઓની જાળમાં જનતા ફસાઇ જાય છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયામાં લોકો અપશબ્દો બોલ્યાં, રાજીનામું માંગ્યું
સરળ સ્વભાવના સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રયાસો પણ નિષ્ફળ દેખાઇ રહ્યાં છે, બેફામ અને ભ્રષ્ટ અધિકારીઓ કોઇને ગણતા જ નથી, જો કે સહન તો ભાજપ સરકારે જ કરવું પડશે, બ્રિજ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર સંવેદના દર્શાવતી પોસ્ટ મુકી હતી, પરંતુ જનતાનો રોષ હવે તેમને પણ દેખાઇ ગયો છે. તેમની પોસ્ટ નીચે આક્રોશભરી કોમેન્ટ થઇ રહી છે. લોકો ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી રહ્યાં છે.
એક્સ પર લોકોનો આક્રોશ, જનતાની આ છે માંગ, નીચેની બધી કોમેન્ટ ચર્ચાનો વિષય બની
- દાદા હું ભાજપનો પ્રખર સમર્થક છું, પણ હવે ધીરજ ખુટી રહી છે, આકરા પગલા લેવાનો સમય આવી ગયો છે, નહીં તો કમળની જગ્યાએ વોટ NOTA માં જશે
- જો ના થઇ શકતું હોય તો રાજીનામું આપી દો
- આખે આખી ભાજપ સરકાર ખાડામાં ઉતરી ગઇ છે
- જેવું કરશો તેવું ભોગવશો
- બસ તમે સાહેબ (મોદી)ની વાહ વાહી કરીને સત્તા ટકાવી રાખો, તમે કતપૂતલી સરકાર છો
- ગુજરાતની પ્રજા મૂર્ખ છે, નમાલા લોકોને ચૂંટણીને સંસદમાં અને વિધાનસભામાં મોકલે છે
- તમને હવે શરમ આવવી જોઇએ
- શરમ આવવી જોઇએ, તમે નાગરિકોની જિંદગી કૂતરા- બિલાડા બરાબર કરી નાખી છે
- બેશરમ છે આ લોકો, બધા રસ્તા- બ્રિજની હાલત આવી જ છે
ત્યારે આટલું બધું અપમાન જોયા પછી જો આ ભાજપ સરકાર 21 લોકોનાં મોત માટે જે જવાબદારો છે તેમની સામે કડક કાર્યવાહી નહીં કરે અને આગામી સમયમાં આર એન્ડ બી જેવા વિભાગના ભ્રષ્ટ બાબુઓ સામે કોઇ કાર્યવાહી નહીં કરે તો ભોગવવા તૈયાર રહેવું જોઇએ.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા…
આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય…

