વડોદરાઃ વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે અને બે લોકો ગુમ હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. આજે બચાવ કામગીરીનો ત્રીજો દિવસ છે. આજે સવારે બે ટ્રકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. નદીમાં ખૂંપી ગયેલા ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા છે.
રેસ્ક્યૂ ઓપરેશન માટે NDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છે. હાલ 15 બોટ દ્વારા રેસ્ક્યૂં ઓપરેશન ચાલી રહ્યું છે.બ્રિજ દુર્ઘટના કેસની તપાસ માટે રાજ્ય સરકારે નિમેલી તપાસ કમિટીની પ્રાથમિક તપાસમાં આરએન્ડબી વિભાગના ચાર એન્જિનિયરોની બેદરકારી જણાતા તેને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ ચારેય અધિકારીઓએ સ્થળ તપાસ કરી ડિઝાઈન ટીમને બોલાવી હતી. પરંતુ, તેમના દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને ગંભીરતાથી ન લીધો હોવાની વિગતો જાણવા મળી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/