સુરતઃ ગ્રામ્ય એ.સી.બી.ને માહિતી મળી હતી કે વાકાનેર સેક્શન સિંચાઇ વિભાગ ખાતેની કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ ખેડૂતોની જમીન ઉપર નહેરના પાણીનો વેરો ન ભરપાઇ કરેલ હોય અને બોજો જે તે ખેડૂતની જમીનમાં ચઢાવેલો હોય તે બોજો ઘટાડવા માટે રૂપિયા 15 થી 25 હજાર સુધીની લાંચ માંગે છે.
જેને આધારે વોચ રાખીને ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ હતું. જે લાંચના ડિકોય છટકામાં આરોપી પદમાબેન D/O ગુમાનસિંહ ચૌધરી, ઉ.વ.52, હોદ્દો- સિંચાઇ તલાટી, વર્ગ-3, સુરત નહેર પેટા વિભાગ-3, વાકાનેર સેક્શન, સિંચાઇ વિભાગની કચેરી, ગામ: વાકાનેર, તા:બારડોલી, જી.સુરતે ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.20,000 ની લાંચ સુરત નહેર પેટા વિભાગ-3, વાકાનેર સેક્શન, સિંચાઇ વિભાગની કચેરીમાં સ્વીકારી ઝડપાઇ ગયા હતા.
ડીકોય કરનાર અધિકારી- એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી- આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સુરત નહેર પેટા વિભાગ-૩, વાકાનેર સેક્શન, સિંચાઈ વિભાગની કચેરી, ગામ.વાકાનેર, તા.બારડોલી, જિ.સુરત ખાતે ફરજ બજાવતા સિંચાઇ તલાટી પદમાબેન D/O ગુમાનસિંહ ચૌધરી ડિકોય છટકા દરમિયાન રૂા.૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) July 9, 2025
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat…