+

ગોપાલ ઈટાલિયાએ કાંતિ અમૃતિયાની કઈ ચેલેન્જ સ્વીકારી ? જાણો વિગતો

મોરબીઃ મોરબીમાં હજુ બે દિવસ પહેલા જ સામાન્ય વરસાદને કારણે અતિશય ભંગાર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને નતમસ્તક કર્યું હતું. મ

મોરબીઃ મોરબીમાં હજુ બે દિવસ પહેલા જ સામાન્ય વરસાદને કારણે અતિશય ભંગાર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને નતમસ્તક કર્યું હતું. મોરબીના ભાજપના ધારાસભ્યએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું કે 'જો ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ ' બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારતાં કહ્યું કે, ‘હું તમારી ચેલેન્જ સહર્ષ સ્વીકારું છું, પણ મારી એક શરત છે! 12 તારીખે બપોર પહેલાં તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો !’ આમ, ધારાસભ્યોના ચેલેન્જના રાજકારણથી ફરીથી રાજકીય માહોલ ગરમાયો છે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે...જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે.

આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યાં વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.

ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter