વડોદરામાં અકસ્માતની વધી રહી છે ઘટનાઓ
કાર પલટી જતાં મહિલાઓનું ટોળું એકત્ર થઈ ગયું
વડોદરાઃ શહેરના ખિસકોલી સર્કલથી માંજલપુર તરફ જતા રોડ પર એક મહિલા કાર લઈને જઈ રહી હતી. એ સમયે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને કારને ધક્કો મારીને સીધી કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને નુકસાન થયું હતું.તેમજ કારચાલક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી.
ઘટનાને પગલે ખિસકોલી સર્કલથી માંજલપુર તરફ જતા રસ્તા ટ્રાફિક થઈ ગયો હતો. ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું હતું કે, મહિલા કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને કાર ડિવાઇડર સાથે અથડાય છે અને પછી પલટી જાય છે. જોકે પાછળથી આવતા વાહનચાલકોએ સમય સૂચકતા વાપરીને બ્રેક મારી દેતા તેઓ પણ બચી ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/