+

સુરતમાં 4 વર્ષની બાળકી પર કૂતરાઓનાં ટોળાએ કર્યો હુમલો, ઘટના સ્થળે જ મોત

સુરતઃ દેશના મહાનગરોમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતામાં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. પરંતુ દેશના આ સૌથી સ્વચ્છ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકો પરેશાન છે. શહેરમાં રખડત

સુરતઃ દેશના મહાનગરોમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતામાં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો. પરંતુ દેશના આ સૌથી સ્વચ્છ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકો પરેશાન છે. શહેરમાં રખડતા કૂતરાઓ સતત લોકોને શિકાર બનાવી રહ્યાં છે. તાજેતરના કિસ્સામાં કૂતરાઓએ ચાર વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે.

રખડતા કૂતરાઓ સામે મહાનગરપાલિકા લાચારી અનુભવી રહી છે. આ ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાં બની હતી. અહીં રહેતા મજૂર પરિવારની ચાર વર્ષની બાળકી શેરડી લેવા ઝાડીઓમાંથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ઘણા કૂતરાઓએ એકસાથે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકીને શરીર પર ઘણી ઈજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

પરિવાર મધ્યપ્રદેશના ઝાબુઆનો રહેવાસી

સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂર કાલુભાઈ દેવચંદ આરાદ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના છે. તે અહીં તેમની પત્ની, ત્રણ પુત્રો અને ચાર વર્ષની પુત્રી સુરમિલા સાથે રહે છે.

કાલુભાઈ અને તેમના પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ટેક્સટાઈલ મિલના બોઈલરમાં કોલસો નાખવાનું કામ કરે છે. દરરોજની જેમ તે પોતાના બાળકોને ઘરે મુકીને કામ પર ગયા હતા. સોમવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે કાલુભાઈની પુત્રી સુરમીલા ગાયો માટેના ચારામાં શેરડીના ટુકડા શોધતી ઝૂંપડપટ્ટી પાસેની ઝાડીઓમાં પહોંચી હતી.

કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો

શેરડીની શોધમાં ગયેલી સુરમિલાને અચાનક 8 થી 10 રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સુરમિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેને ખબર ન હતી કે શેરડીના ટુકડાને બદલે તેને ત્યાં મૃત્યું મળશે.

સાંજે જ્યારે માતા-પિતા કામ પરથી ઘરે પરત ફર્યાં ત્યારે તેઓએ સુરમિલાને શોધવાનું શરૂ કર્યું. પરંતુ તે ક્યાંય મળી ન હતી. તેઓ ઝાડીઓ તરફ ગયા ત્યારે ત્યાં બાળકીની લાશ પડી હતી. તે જીવિત હશે તેવી આશાએ તેના માતા-પિતા તેને રાત્રે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter