+

મસ્કનો સનસનીખેજ દાવોઃ લાસ વેગાસમાં સાયબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સ હુમલાનો છે સંબંધ

USA News: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી દેવાની ઘટનાના ગણતરીના જ કલાકોમાં  લાસ વેગાસમાં ટ્રમ્પ ટાવરની બહાર સાયબર ટ્રકમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુ

USA News: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી દેવાની ઘટનાના ગણતરીના જ કલાકોમાં  લાસ વેગાસમાં ટ્રમ્પ ટાવરની બહાર સાયબર ટ્રકમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 15થી વધુ લોકોનાં મોત થયા છે. એલોન મસ્કે કહ્યું છે કે લાસ વેગાસમાં જે સાયબર ટ્રકમાં વિસ્ફોટ થયો હતો અને ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં ભીડ પર દોડતી ટ્રક બંને એક જ કાર રેન્ટલ વેબસાઇટ પરથી ભાડે લેવામાં આવી હતી.
 
મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યું, આ એક આતંકવાદી ઘટના લાગે છે. સાયબર ટ્રક અને આત્મઘાતી એફ-150 ટ્રક બંને ભાડાની વેબસાઇટ ટુરોથી ભાડે લેવામાં આવ્યાં હતા. બંને વચ્ચે સંબંધ છે. સાયબર ટ્રકમાં ફટાકડા અથવા વિસ્ફોટક ઉપકરણથી કરવામાં આવ્યો હતો. લાસ વેગાસમાં સાયબર ટ્રક વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઉજવણી કરતી ભીડને એક ટ્રકે કચડી નાખી હતી, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા હતા.

યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાસ વેગાસના શેરિફ કેવિન મેકમહિલે કહ્યું કે સાયબર ટ્રકમાં આગ લાગવાની જાણ સવારે 8.40 વાગ્યે પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકની અંદર એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પુરુષ હતો કે સ્ત્રી તે હજુ સુધી જાણી શકાયું નથી. એફબીઆઇ આ ઘટનાની તપાસ કરી રહી છે.

યુ. એસ. ના તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, સાયબર ટ્રકમાં ફટાકડા, ગેસ ટેન્કો અને કેમ્પિંગ ઇંધણ હતું જેમાં આગ લાગી હતી અને ત્રણેય એક જ ડિટોનેશન સિસ્ટમ સાથે જોડાયેલા હતા, જે ડ્રાઇવર દ્વારા નિયંત્રિત હતી. શું ન્યૂ ઓર્લિયન્સની ઘટના અને લાસ વેગાસની ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે તપાસ એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter