+

અમરેલી લેટરપેડ કાંડમાં કૉંગ્રેસે ઝંપલાવ્યું, દીકરીના સરઘસને લઈને પ્રતાપ દૂધાતે લખ્યો લેટર- Gujarat Post

કૉંગ્રેસ સમાજના નામે રાજકારણ કરે છેઃ સાંસદ સુતરિયા અનેક પાટીદાર નેતા દીકરીના સરઘસ મુદ્દે પરિવારના સમર્થનમાં આવ્યાં અમરેલીઃ જિલ્લામાં થોડા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા નકલી લેટરપેડ કાંડમાં કૉંગ્

કૉંગ્રેસ સમાજના નામે રાજકારણ કરે છેઃ સાંસદ સુતરિયા

અનેક પાટીદાર નેતા દીકરીના સરઘસ મુદ્દે પરિવારના સમર્થનમાં આવ્યાં

અમરેલીઃ જિલ્લામાં થોડા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા નકલી લેટરપેડ કાંડમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઝંપલાવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના આરોપસર પોલીસે એક યુવતી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઓપરેટર તરીકે કામ કરતી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે યુવતીની ધરપકડ કરવામાં આવી તે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી. કુંવારી યુવતીનું આ રીતે સરઘસ કાઢવા મામલે પ્રતાપ દૂધાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો હતો.

પ્રતાપ દૂધાતનો પત્ર

અમરેલી જિલ્લામાં ભાજપનાં અંદરોઅંદર ગ્રુપમાં લેટરકાંડ થયો છે, જેમાં એક પટેલ સમાજની દીકરીને આરોપી બનાવવામાં આવી છે, જે એક ઓપરેટર તરીકે કામ કરતી હતી, જેણે પોતાના માલિકના કહેવા પ્રમાણે લેટર ટાઇપ કર્યું હતુ, તેનો ઇરાદો કોઈને બદનામ કરવાનો ન હતો. અમરેલી ભાજપના આગેવાનો દ્વારા આ કુંવારી દીકરીને વિચાર્યા વગર આરોપી બનાવી દેવામાં આવી છે. પોલીસ રાત્રે 12 વાગ્યે આ દીકરીની ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢ્યું હતુ, ભાજપના પટેલ સમાજ જ આગેવાનો પોતાનો અહમ સંતોષવા આવાં કૃત્ય કરી રહ્યાં છે.

જ્યારે આ જ અમરેલી જીલ્લામાં ગુનેગાર બેફામ ધારૂ, ખનીજ ચોરી, હત્યાઓ વગેરે ગેરપ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેના પર પોલીસે ક્યારેય સરઘસ કાઢ્યું નથી. બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમ મુજબ એક મહિલા ગુનેગાર હોય તો પણ તેનું સરઘસ અને ફોટા વાઇરલ ન કરવાની  બંધારણીય જોગવાઇ છે. 

અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું  માત્ર પાલન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં જે આક્ષેપો કરવામાં આવ્યાં છે, તેની સાથે અમે સહમત નથી. આરોપીઓને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા છે, જેથી કોર્ટે જેલહવાલે કર્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter